workshop rule

  1. વર્કશોપ દરમિયાન હું સભ્યતાથી અને શિસ્તપૂર્વક વર્તન કરીશ.
  2. વર્કશોપ દરમિયાન જરૂરિયાત વગર મારો મોબાઇલ ફોન ઉપયોગ નહિ કરું.
  3. આ વર્કશોપમાં ભાગ લેવા માટે હું મારા પરિવારના મુખ્ય સભ્યોની પરવાનગી લઈને આવું છું.
  4. ચાલુ વર્કશોપ દરમિયાન હું કે મારા પરિવારના કોઈપણ સભ્યો કોઈપણ પ્રકારની ખલેલ પહોંચાડશે નહિ.
  5. વર્કશોપ દરમિયાન અથવા શોપ પર આવી હું કે મને લાગતા-વળગતા કોઈપણ લોકો બિનજરૂરી રીતે કામમાં ખલેલ પહોંચાડશે અથવા ‘જોગી ધ આર્ટ એન્ડ ક્રાફટ જંક્શન’ & “JOGI ART” નું નામ રૂબરૂ અથવા સોશિયલ મીડિયા પર ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કરશે, તો તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
  6. વર્કશોપ દરમિયાન થતી ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીના તમામ અધિકારો ‘જોગી ધ આર્ટ એન્ડ ક્રાફટ જંક્શન’ & “JOGI ART” પાસે રહેશે, અને તેનો ઉપયોગ પ્રમોશન, સોશિયલ મીડિયા, એડવર્ટાઇઝિંગ અથવા અન્ય માર્કેટિંગ માટે થઈ શકે છે.
  7. વર્કશોપ દરમિયાન કોઈપણ પાર્ટિસિપન્ટ પોતાનો ચહેરો કવર કરી શકશે નહિ અને ફોટોગ્રાફી / વિડિયોગ્રાફી બંધ કરવા માટે કહી શકશે નહિ.
  8. જો કોઈ પાર્ટિસિપન્ટ શૂટિંગમાં અવરોધ કરશે અથવા નિયમોનું પાલન નહિ કરે તો તેમની વર્કશોપમાં ભાગીદારી તરત જ રદ્દ કરવામાં આવશે અને ચૂકવેલી ફીનો કોઈ રિફંડ આપવામાં આવશે નહિ.
  9. ફી ભર્યા બાદ કેન્સલેશન અથવા રિફંડ આપવામાં આવશે નહિ, તેમજ વર્કશોપના સમય અથવા તારીખમાં ફેરફાર કરવામાં આવશે નહિ.
  10. મેં ઉપરોક્ત તમામ નિયમો અને શરતો વાંચી, સમજી અને સ્વીકારીને આ ફોર્મ ફીલઅપ કર્યું છે.